નવી દિલ્હી: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘PM કિસાન સન્માન નિધિ યોજના’ (PM Kisan Yojana) હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે, ઘણી વખત ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ખેડૂતોના ખાતામાં હપ્તા જમા થતા નથી. જો તમે પણ લાભાર્થી છો અને તમારા હપ્તાના 2,000 રૂપિયા હજુ સુધી નથી મળ્યા, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આ સરળ રીતોથી તેનું સ્ટેટસ તપાસી શકો છો.
સ્ટેટસ કેવી રીતે તપાસવું? (How to check status)
-
સૌથી પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ
pmkisan.gov.inપર જાઓ. -
હોમ પેજ પર આપેલા ‘Know Your Status’ વિકલ્પ પર ક્લિક કરો.
-
હવે તમારો રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
-
‘Get Data’ પર ક્લિક કરતાં જ તમારા હપ્તાની વિગતો સ્ક્રીન પર આવી જશે.
જો હપ્તો ન મળે તો શું કરવું? ઘણીવાર આધાર કાર્ડ અને બેંક ખાતામાં નામ અલગ હોવાને કારણે પણ હપ્તા અટકી જાય છે. જો તમારા સ્ટેટસમાં બધું બરાબર છે છતાં પૈસા નથી મળ્યા, તો તમે નીચેની રીતે ફરિયાદ કરી શકો છો:
-
તમે PM કિસાન હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 પર કોલ કરી શકો છો.
-
તમે
pmkisan-ict@gov.inપર ઈમેઈલ કરીને તમારી સમસ્યા જણાવી શકો છો.
ખેડૂતોએ નિયમિતપણે તેમનું સ્ટેટસ ચેક કરતા રહેવું જોઈએ જેથી કોઈ પણ ભૂલ હોય તો તે સમયસર સુધારી શકાય.







