જામનગરમાં ક્રૂરતાની પરાકાષ્ઠા: નિર્દોષ ગલુડિયાને લાકડીના સપાટા મારતો વીડિયો વાયરલ, લોકોમાં ભારે રોષ

SHARE:

જામનગર શહેરમાંથી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે પ્રાણીપ્રેમીઓને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ નિર્દોષ અને લાચાર ગલુડિયા પર અમાનવીય રીતે અત્યાચાર ગુજારતી નજરે પડે છે.

શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, આ વીડિયો જામનગરના એક વિસ્તારનો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને અચાનક આવે છે અને ત્યાં બેઠેલા માત્ર ચાર મહિનાના ગલુડિયાને નિશાન બનાવે છે. વ્યક્તિએ કોઈપણ કારણ વગર ગલુડિયાને લાકડીના આડેધડ સપાટા માર્યા હતા, જેના કારણે તે ગલુડિયું દર્દથી કણસી ઉઠ્યું હતું.

વીડિયો વાયરલ થતા જ લોકોનો આક્રોશ જ્યારે આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ત્યારે જામનગરના નાગરિકોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, મૂંગા જીવો પર આ પ્રકારનો અત્યાચાર કરવો એ માત્ર કાયદાકીય રીતે જ નહીં, પણ નૈતિક રીતે પણ મોટો ગુનો છે. હાલમાં આ વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે.

પ્રાણી સુરક્ષા સાથે જોડાયેલા સંગઠનોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને તંત્રને અપીલ કરી છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મૂંગા જીવ સાથે આવું ફરી ન બને.

અમદાવાદ: સાબરમતીમાં દારૂના અડ્ડા વિરુદ્ધ સ્થાનિકોનો વિરોધ, પોલીસ સામે સવાલો
Share Here:
6
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें