જેતપુરમાં ફિલ્મી ઢબે દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ: ૧૧ લાખના ઈંગ્લિશ દારૂ સાથે રાજસ્થાનના બે શખ્સો જેલભેગા

SHARE:

જેતપુર તાલુકા પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. તાલુકાના ખીરસરા રોડ પર ગાલોલિયા નદીના પુલ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક કાર અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

શું હતી સમગ્ર ઘટના? જેતપુર તાલુકા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, અમરનગર તરફથી એક હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ-27-EH-9632) માં વિદેશી દારૂનો જથ્થો જેતપુર તરફ આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે ખીરસરા રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને કારના ચાલકે યુ-ટર્ન મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી કારને કોર્ડન કરી અટકાવી દીધી હતી.

પોલીસે શું શું જપ્ત કર્યું? પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ ૩,૪૦૮ બોટલ (કિંમત રૂ. ૧૧,૦૬,૪૦૦) મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત રૂ. ૧૦ લાખની કિંમતની ક્રેટા કાર અને રૂ. ૫,૦૦૦ ના મોબાઈલ મળી કુલ રૂ. ૨૧,૧૧,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓની ઓળખ અને તપાસ પોલીસે રાજસ્થાનના સાંચોર જિલ્લાના રહેવાસી હનુમાનારામ સુજાનારામ ખીચ્ચર અને મનોહરલાલ હડમાનારામ સાહુંની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ મંગાવનાર અને અન્ય ત્રણ શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈજી નિર્લીપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ. એલ. આહિર તથા ટીમે કરી હતી.

જામનગરમાં ક્રૂરતાની પરાકાષ્ઠા: નિર્દોષ ગલુડિયાને લાકડીના સપાટા મારતો વીડિયો વાયરલ, લોકોમાં ભારે રોષ
Share Here:
6
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें