ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે દેશભરમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. તેહરાનથી શરૂ થનારા કાર્યક્રમો બાદ કુમ, ઇરાકના નજફ અને કરબલા જેવા પવિત્ર શિયા શહેરોમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાવાના છે. આ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં જાહેરમાં હાજરી આપશે કે નહીં.
સુરક્ષા કારણોસર હાજરી અંગે અનિશ્ચિતતા
અહેવાલો મુજબ સુરક્ષા એજન્સીઓ મોજતબા ખામેનેઈની જાહેર હાજરીને લઈને અત્યંત સાવચેત છે. સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને તેઓ જાહેર કાર્યક્રમમાં હાજર ન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
તેહરાનથી કરબલા સુધી ધાર્મિક કાર્યક્રમો
અંતિમ સંસ્કારના કાર્યક્રમો અનેક તબક્કામાં યોજાશે. તેહરાન બાદ કુમ, નજફ અને કરબલામાં ધાર્મિક વિધિઓ યોજાશે અને અંતે અલી ખામેનેઈને મશહદમાં દફનાવવામાં આવશે.
લાખો લોકો ઉમટે તેવી શક્યતા
ઈરાન સરકારને લાખો લોકો હાજર રહેવાની આશા છે. તેને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કેટલીક જગ્યાએ હવાઈ ક્ષેત્ર પર પણ અસ્થાયી નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વની નજર
આ અંતિમ વિદાયમાં અનેક દેશોના પ્રતિનિધિઓ અને ધાર્મિક આગેવાનો હાજરી આપે તેવી શક્યતા છે. મોજતબા ખામેનેઈ હાજર રહે છે કે નહીં, તે રાજકીય અને સુરક્ષા બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: યુએનમાં ભારતનો કડક સંદેશ: આતંકી માત્ર આતંકી જ, આતંકવાદ પર બેવડા ધોરણો બંધ કરવાની અપીલ






