યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાની રાહે મીટ માંડીને બેઠેલા ખેડૂતો.

SHARE:

જૂન મહિનો પોણો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ યાત્રાધામ વીરપુર પંથકમાં હજુ સુધી વાવણીલાયક વરસાદના કોઈ એંધાણ નથી…

આભ સામે મીટ માંડીને બેઠેલો દેશનો અન્નદાતા આજે લાચાર બન્યો..

જૂન મહિનો પોણો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ યાત્રાધામ વીરપુર પંથકમાં હજુ સુધી વાવણીલાયક વરસાદના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. સામાન્ય રીતે આ સમયગાળામાં લીલાછમ દેખાતા ખેતરો આજે કોરાધાકોર પડ્યા છે. વરસાદની લાંબી પ્રતીક્ષા હવે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. મોંઘા ખાતર અને બિયારણ સાથે કરેલી વાવણી વરસાદના અભાવે જોખમમાં મુકાઈ છે. ખેડૂતો આર્થિક અને માનસિક સંકટનો સામનો કરી રહ્યા છે,
આભ સામે મીટ માંડીને બેઠેલો દેશનો અન્નદાતા આજે લાચાર બન્યો છે. ચાલુ વર્ષે જૂન મહિનો પોણો પૂર્ણ થવા છતાં યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદના કોઈ ઠેકાણા નથી. દર વર્ષે આ સમયે ખેતરો વાવણીથી લીલાછમ બની જતા હતા, પરંતુ આ વર્ષે ખેતરો સૂમસામ અને કોરાધાકોર દેખાઈ રહ્યા છે.
ખેડૂતોએ દેવું કરીને અથવા પોતાની બચતમાંથી મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદીને કોરામાં જ વાવણી કરી દીધી છે. પરંતુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોની આ તમામ મૂડી એળે જવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે હાલમાં સિંચાઈ માટે પાણીના અન્ય કોઈ સ્ત્રોત પણ ઉપલબ્ધ નથી. જો ચોમાસું વધુ ખેંચાશે અને વાવણી મોડી થશે તો પાકની ઉત્પાદકતા પર સીધી અસર પડશે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પૂર્ણ થતું હોવાથી મોડી વાવણીના કારણે પાકને પૂરતું પાણી નહીં મળે અને ઉત્પાદન ઘટીને અડધું થઈ જવાની શક્યતા રહેશે.

ખેતીની સાથે પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પશુધનને સાચવવું પણ મોટો પડકાર બની ગયો છે. ચોમાસું મોડું થતાં પશુઓ માટેનો નીરણ લગભગ ખલાસ થઈ ગયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ ચોમાસું હાલ અટકી પડ્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.
મોંઘા ખાતર અને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે અત્યારે દરેક ખેડૂત ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યો છે. કારણ કે ખેડૂતની આજીવિકાનો સંપૂર્ણ આધાર કુદરત પર જ રહેલો છે.
ચોક્કસપણે, આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તે જ ખેડૂતો માટે આશાનું એકમાત્ર કિરણ છે. જો વરસાદ વધુ સમય સુધી ખેંચાશે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. હવે સૌની નજર આકાશ તરફ મંડાઈ છે કે મેઘરાજા ક્યારે મહેરબાન થાય અને ધરતીપુત્રોની ચિંતા ક્યારે દૂર થાય.

તસવીર:- ગૌરવ ગાજીપરા – વીરપુર

Share Here:
6
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें