વેરાવળના ગૌરવમાં વધુ એક સુવર્ણ પાન શાસ્ત્રી પિયુષભાઈ મહેતાને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ‘તુલસી એવોર્ડ’થી સન્માન

SHARE:

 

વેરાવળના ગૌરવમાં વધુ એક સુવર્ણ પાન ઉમેરાયું છે. ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરતી નોંધપાત્ર સિદ્ધિરૂપે વેરાવળ સાથે જોડાયેલા શાસ્ત્રી પિયુષભાઈ મહેતાને અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે ‘તુલસી એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

પૂજ્ય મોરારીબાપુના હસ્તે પ્રાપ્ત થયેલું આ સન્માન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને સનાતન મૂલ્યોના વૈશ્વિક સન્માનનું ગૌરવપૂર્ણ પ્રતીક બન્યું છે. આ સિદ્ધિથી વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

શાસ્ત્રી પિયુષભાઈ મહેતા અગાઉ વેરાવળ પધાર્યા હતા. તે સમયે જલારામ સમિતિ દ્વારા ‘જલારામ ગાથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સાનિધ્યથી વેરાવળવાસીઓ તેમજ જલારામ ભક્તોમાં વિશેષ આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.

વેરાવળની પાવન ધરતી સાથે જોડાયેલી આ યાદગાર ક્ષણો બાદ હવે વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે મળેલું સન્માન સમગ્ર વેરાવળ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત બની છે.

શાસ્ત્રી પિયુષભાઈ મહેતાની આ સિદ્ધિને લઈને જલારામ સમિતિ તેમજ સમગ્ર વેરાવળવાસીઓ દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ અંગેની માહિતી જલારામ ભક્ત કેવિન કાનાબાર દ્વારા આપવામાં આવી હતી.

Share Here:
સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें